Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે પાંચમો દિવસ

Live TV

X
  • ગુજરાત રાજ્ય 39.36 લાખ મેટ્રીક ટન મગફળીના ઉત્પાદન સાથે નંબર વન

    14મી ગુજરાત વિધાન સભામાં રાજ્યપાલ દ્વારા સભા ગૃહમાં કરેલા સંબોધન બદલ આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા હાથ ધરવા માં આવી હતી. ચર્ચામાં ભાગ લેતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે લોકહિતનાં કામો માટે સરકારનું મન ખુલ્લું છે. ગુજરાત રાજ્ય 39.36 લાખ મેટ્રીક ટન મગફળીના ઉત્પાદન સાથે નંબર વન બન્યું છે. આ ઉપરાંત 135.69 લાખ મેટ્રીક ટન દૂધ ઉત્પાદન અને 101.87 લાખ ગાંસડી કપાસ ઉત્પાદન સાથે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભારત સરકાર તરફથી ફૂડ ઓઇલ રોયલ્ટી રૂપિયા એક લાખ 58 હજાર કરોડથી વધુ રકમ મળી રહી છે. ગુજરાતને આ વર્ષે એઇમ્સની ભેટ મળી છે. તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. નેશનલ હાઇવે અને રેલવે લાઇન સેવા રાજ્યમાં સુદૃઢ બની રહી છે. રાજ્ય સરકારે મગફળી, કપાસ, તુવેર, જુવાર, બાજરી ડાંગર જેવા પાકની  ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ આપ્યા છે. તેમણે પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને વિકાસની રાજનીતિનું આહ્વાન કર્યું હતું. ત્યારબાદ લેખાનુદાનમાં સમાવેલ વિવિધ વિભાગો જેમ કે ગૃહ માહિતી અને પ્રસારણ શહેરી વિકાસ ,અને શહેરી ગૃહ નિર્માણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કૃષિ શિક્ષણ વિભાગની પૂરક માંગણીઓ પર ચર્ચાઓ હાથ ધરાઈ રહી છે. જે બાદ નાણામંત્રી નીતિનભાઈ પટેલે ગૃહમાં સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે સર્વજન હિતાય સર્વજન સુખાય અમારી સરકારનું લક્ષ્ય છે. તેમજ રાજ્ય સરકારની તિજોરી ગુજરાતની જનતા માટે ખુલ્લી રહી છે અને હંમેશાં ખુલ્લી રહેશે..

    22-02-2019

    ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે પાંચમો દિવસ છે. આજે એજન્ડા મુજબ, બે બેઠકો મળશે. પહેલી બેઠકમાં ચાર સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. તેમાં એક ગુજરાત પ્રૉવિન્શિયલ મ્યુનિસિપલ કૉર્પોરેશન સુધારા વિધેયક છે, બીજું ગુજરાત ગૃહ નિર્માણ બૉર્ડ સુધારા વિધેયક છે. ત્રીજું ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમ અને સેવાની શરતો વિધેયક અને ચોથું ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક છે. વિધાનસભામાં તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply