Skip to main content
Settings Settings for Dark

દલખાણિયા રેન્જમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ, 34 સિંહોનું રસીકરણ

Live TV

X
  • 34 સિંહો ફરીથી કુદરતના ખોળે મુક્ત રીતે વિહરી શકશે

    ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં અચાનક જ કેનાઈન ડિસ્ટેમ્પર નામના વાયરસના કારણે, ગીરના જંગલમાં એકસાથે 23 સિંહોના મોત થયા હતા.સિંહોના મોત બાદ વન વિભાગ ,હરકતમાં ,આવ્યું હતું અને સલામતીના ભાગ રૂપે એ વિસ્તારના અન્ય 34 સિંહોને પકડી તેમનું રસીકરણ કરાયું હતું. ત્યારે હવે ખુશીના સમાચાર એ છે કે હવે આ તમામ 34 સિંહો સંપૂર્ણ તંદુરસ્ત હોવાથી, વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં ,તેમને ફરી થી જંગલમાં મુક્ત કરવામાં આવશે.મહત્વનું છે કે એપ્રિલ 2015 માં થયેલા આખરી ગણતરી મુજબ, 523 સિંહો ગીર અને ગીરની આજુ બાજુના વિસ્તારોમાં ,નોંધાયા હતા. ગત ઓક્ટોબર માસમાં, સિંહો માટે ખતરનાક અને જીવલેણ ગણાતા ,કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસે હુમલો કરતા, દલખાણીયા રેન્જમાં ,એકસાથે 23 સિંહોનાં મોત થતાં હાહાકાર મચી ગયો હતો. પરંતુ વન વિભાગની સતર્કતા અને નિષ્ણાંતોની આવડત ને કારણે તે વિસ્તારના અન્ય 34 સિંહોને તાત્કાલિક ઝડપી લઈને તેની ઉચ્ચસ્તરીય સારવાર આપવા માં આવી હતી.જેના લીધે હવે આ તમામ 34 સિંહો ફરીથી કુદરતના ખોળે મુક્ત રીતે વિહરી શકશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply