GTU-વિન્ટર સ્કૂલ -2019 પ્રોગ્રામનો પ્રારંભ
Live TV
-
વિવિધ દેશોના વિદ્યાર્થીઓ મુલાકાતે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય સંબંધોના વિભાગ દ્વારા સ્ટુડન્ટ એકચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જુદા જુદા વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે અને વિદેશમાંથી અહી ભણવા આવે છે. આ વિભાગ દ્વારા આ વર્ષથી વિન્ટર સ્કૂલ -2019 પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 11 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ પ્રોગ્રામમાં જુદા જુદા દેશોમાંથી દસ વિદ્યાર્થીઓ ગુજરાતમાં આવ્યા છે. જેમાં પોલેન્ડ, રશિયા, તૂર્કી, ઉઝબેકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ આવ્યા છે. જેમાંના કેટલાક એમ.બી.એ ના તથા કેટલાક આંતરરાષ્ટ્રીય બિઝનેસને લગતા વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓને જીટીયુ દ્વારા ગુજરાતની સંસ્કૃતિ, હેરીટેજ સ્થાનો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તથા સ્માર્ટ ડીજીટલ પુંસરી ગામની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમને લગતા વિવિધ ઉદ્યોગગૃહોની મુલાકાત લઈ આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં ગુજરાત કેવી રીતે ઉપયોગી થઈ શકે તેની જાણકારી મેળવી હતી
