Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 18મી ફેબ્રુઆરીએ શરૂ થશે

Live TV

X
  • લોકસભાની ચૂંટણી હોવાને કારણે આ વખતે પૂર્ણ સમયનું બજેટ રજૂ કરવામાં નહીં આવે

    ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 18મી ફેબ્રુઆરીએ શરૂ થશે. ગાંધીનગરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી હોવાને કારણે આ વખતે પૂર્ણ સમયનું બજેટ રજૂ કરવામાં નહીં આવે. પરંતુ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે, જે પ્રથમ ચાર મહિના માટેનું હશે. નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ ફરીથી બજેટ સત્ર મળશે, જેમાં બાકી રહેલા આઠ મહિનાનું બજેટ રજૂ કરાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની કેબિનેટની બેઠકમાં વિધાનસભાના સત્રની તારીખ અંગે ચર્ચા-વિચારણા બાદ, 18મી ફેબ્રુઆરીથી ટૂંકુ બજેટ સત્ર બોલાવવાનો નિર્ણય લેવાયો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply