ગુજરાત વિધાનસભાનું લેખાનુ દાન સત્ર 18 થી 22 તારીખ સુધી મળશે
Live TV
-
ગુજરાત વિધાનસભાનું લેખાનુ દાન સત્ર 18 થી 22 તારીખ સુધી મળશે. આજે આ અંગે વિધાન સભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. પહેલા દિવસે રાજ્યપાલશ્રીના ભાષણ બાદ પુલવામાં આતંકવાદી હૂમલાના શહિદોને શ્રદ્ધાંજલી આપી પહેલા દિવસની કામગીરી સ્થગિત કરવામાં આવશે. બીજા દિવસે નાણામંત્રી દ્વારા લેખાનુદાન રજૂ કરવામાં આવશે. પુલવામા આતંકી હૂમલાના શહિદોને શ્રદ્ધાંજલી આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કેસમગ્ર દેશની સાથે સાથે ગુજરાતની જનતાનો સાથ પણ શહિદોના પરિવાર સાથે છે.
