ગુજરાત વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો પર ચર્ચા
Live TV
-
વિધાન સભાગૃહમાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાના નર્મદા યોજનાની કેનાલોના બાકી કામના પ્રશ્નમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિપક્ષના બળદેવજી ઠાકોર વચ્ચે શાબ્દીક યુધ્ધ છેડાયું હતું. નીતિન પટેલે આરોપ લગાવ્યો હતો કે તમારા સમયમાં કામ પૂર્ણ ન થતાં નર્મદાના કેનાલના ખર્ચમાં રૂપિયા 70 હજાર કરોડથી વધુ રકમ ખર્ચ કરવી પડી છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, વર્ષ 2018 માં નર્મદાના કામો પૂર્ણ થશે તેવું સ્વીકારાયું હોવા છતાં દસ હજાર સાતસો છન્નું કિલોમીટર કેનાલનું કામ હજુ બાકી છે.
