તક્ષશિલા અન્ગિકાંડ બાદ ફાયર અધિકારીઓની કાર્યવાહી
Live TV
-
તક્ષશિલા અગ્નિકાંડ ઘટના બાદ નિંદ્રામાંથી જાગેલ ફાયર અધિકારીઓ એક બાદ એક ફાયરસેફ્ટી વિનાની દુકાનો સહિત કોમ્પલેક્ષને નોટિસ ફટકારી સીલ કરવાની કવાયત હાથ ધરી છે. ત્યારે શહેરના ઉધના વિસ્તારમાં આવેલ અરિહંત કોમ્પ્લેક્ષમાં અપૂરતી ફાયરસેફ્ટી ન હોવાના કારણે તમામ 244 દુકાનોને સીલ કરાઈ હતી. તમામને ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ કરાવવા નોટિસ અપાઈ છે. ફાયર સેફટી ની સુવિધા આવ્યા બાદ જ દુકાનો ના સીલ ખોલવામાં આવશે. અરિહંત કોમ્પ્લેક્ષમાં આવેલી વરાછા કો.ઓ.બેંક સહિત એટીએમ ને પણ સીલ મારી દેતા બેંક કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ રાત્રી દરમિયાન મનપા ફાયર સેફટી વિભાગની કામગીરીથી ફફડાટ મચી હતી
