શહીદ જવાનની અંતમવિધી કરાઈ
Live TV
-
શહિદ જવાન દિલીપસિંહ ડોડીયાના પાર્થિવ દેહને તેમના વતન કાનપર ગામે લાવવામાં આવ્યો. આર્મીના જવાનો ખાસ વાહનમાં તેના પાર્થિવ દેહને લઈને આવી પહોંચતા ગામમાં શોક સાથે દેશ ભક્તિનો માહોલ છવાયો હતો. ગ્રામજનો અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં તિરંગા સાથે જોડાયા હતા. આર્મીના નિયમો મુજબ જવાનની અંતિમ વિધિ કરવામાં આવી. કારડીયા સમાજના શહીદને શ્રદ્ધાંજલિ પાઠવવા ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુ, પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમાર, ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના રાજકીય આગેવાનો પણ જોડાયા છે.
