Skip to main content
Settings Settings for Dark

ડેડિયાપાડામાં બાગાયતી વિભાગ દ્વારા સ્થાનિકોમાં સરગવાના રોપાનું વિતરણ 

Live TV

X
  • બાગાયતી વિભાગ નર્મદાએ વન વિભાગના સહયોગથી નર્મદાના અતિ પછાત અને અંતરિયાળ ડેડીયાપાડામાં ત્યાંના સ્થાનિકો માટે એક શિબિરનું આયોજન કરી સરગવાના રોપાનું વિતરણ કરી સરગવાની આયુવેદિક દ્રષ્ટિએ કેટલો ઉપયોગ છે તે નિષ્ણાતો મારફતે સમજાવ્યું હતું. 

    અહીંના સ્થાનિકોને 1 હજાર રોપા આપી સામુહિક વૃક્ષારોપણ કરાવ્યું અને સરગવાની મહત્વતા સમજાવી સામાન્ય જીવનમાં સરગવાની ઉપયોગીતાની સમજ આપી કુપોષણ સામે રક્ષણ મેળવવાની માહિતી પણ અપાઈ હતી. 

    સાથેજ આ ગ્રામજનોને મધમાખી ઉછેરની તાલીમ આપી 75 જેટલી મધ પેટી આપી જેનાથી આ સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થશે અને તેઓ તેમના બાળકોના પૌષ્ટિક આહાર તરીકે પણ મધનો ઉપયોગ કરતા થશે. 

    બાગાયતિ નીયામક સ્મિતાબેન પિલ્લઈએ દૂરદર્શન સાથેની વાતચીત માં જણાવ્યું કે અહીંના આદિવાસીઓના જીવનધોરણમાં ફેર પડે અને કુપોષણ નાબૂદ થાય તે માટે અમે પ્રયત્નશીલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply