ગુજરાત સરકારે નવી સાત ટીપી સ્કીમને આપી મંજૂરી
Live TV
-
ગુજરાતના વિકાસને ગતિ આપતી નવી સાત ટીપી સ્કીમને મંજુરી આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં ટીપીને મળી મંજુરી. ટીપી સ્કીમના અમલીકરણથી ઇન્ફ્રાસ્ટ્રકચરથી બનશે વિકાસનો રોડ મેપ.ચાલુ વર્ષે રાજ્ય સરકારે 50 થી વધુ ટીપીને આપી મંજુરી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-19 સંક્રમણ સાથે અને સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત બનાવવા એક જ દિવસમાં ૭ જેટલી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે. જેમાં ભાવનગરમાં એક, અમદવાદમાં બે, ઔડામાં અને રાજકોટમાં બે ફાઇલન ટીપીને મંજુરી આપવામાં આવી છે.
તેમાં ૩ ડ્રાફટ ટી.પી, ર પ્રીલીમીનરી તેમજ ર ફાયનલ ટી.પી.નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ ૭ ટી.પીને મંજૂરી આપતાં ર૦ર૦ના વર્ષમાં રાજ્યમાં ટી.પી.ડી.પી ની મંજૂરીનું અર્ધશતક પાર થયું છે.
ઔડાની બે ડ્રાફટ ટી.પી મંજૂર થવાથી ૧૭.૮૬ હેકટર્સ જમીન આર્થિક સામાજિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ નિર્માણ માટે ઉપલબ્ધ થશે. તો સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રર.૧પ હેક્ટર્સ બાગ બગીચા અને રમત ગમતના મેદાન માટે ર૩.ર૩ હેકટર્સ જમીન મળશે.
