રાજ્યમાં વરસાદ બની આફત, ક્યાંક ડૂબી જવાથી તો ક્યાંક દટાઈ જવાથી થયા મોત
Live TV
-
રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ આફત બન્યો છે. ભરૂચના નોંધણા ગામે મકાન ધરાશાયી થતાં બે બાળકીના મૃત્યુ
કેરી નદીમાં માતા-પુત્રનું ડૂબવાથી મોત
ભાવનગર જિલ્લામાં આવેલા વલ્લભીપુરના તોતણિયાળા ગામે માતા પુત્ર કેરી નદીમાં ડૂબી જવાની ઘટના બની છે. કોઝ વે પરથી પગ લપસી જવાના કારણે માતા અને મૃત્ર બન્ને નદીમાં ખાબક્યા હતા. સ્થાનિક લોકોએ બન્નેને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જેમાં પુત્ર વીર બાવળિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ માતા દક્ષાબેન બાવળિયાનો મૃતદેહ હજુ સુધી મળી શક્યો નથી. NDRFની ટીમ તથા જિલ્લા કલેક્ટર ઘટના સ્થળ પર પહોંચ્યા છે.નોંધણા ગામે મકાન થયું ધરાશાયી, બે બાળકીઓના મોત
ભરૂચના જંબુસરના નોંધણા ગામે આજે મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં દટાઈ જવાથી બે બાળકીના મૃત્યુ નિપજ્યા છે. એકાએક મકાન ધરાશાયી થતાં બન્ને બાળકીઓ મકાનના કાટમાળમાં દબાઈ ગઈ હતી. સ્થાનિકોએ કાટમાળમાંથી બન્ને બાળકીઓને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડી હતી. જો કે ત્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર બન્ને બાળકીઓ સગી બહેનો હતી. જેમાં હિના પરમારની ઉંમર 13 વર્ષની હતી, જ્યારે નાની બહેન વૈશાલી પરમારની ઉંમર 12 વર્ષની હતી.નેત્રંગમાં 50 વર્ષના આધેડનું મોત
બીજી તરફ કચ્છના નેત્રંગના કેલ્વીકૂવા ગામના ચેકડેમમાં પણ ડૂબી જવાથી આજે 50 વર્ષના આધેડનું મૃત્યુ નિપજ્યું હતું. જેના પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
