હવે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જનાર લોકોને ઈ-પાસમાંથી મળી મુક્તિ
Live TV
-
કોરોના મહામારીને પગલે દીવ-દમણ અને દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોની સીલ થયેલી સરહદો હવે ખુલી ચુકી છે. વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓ માટે આ કેન્દ્રશાસિત પ્રદેશોને ખુલ્લા મુકવામાં આવ્યા છે.
કોરોનાની મહામારીને કારણે છેલ્લા કેટલાક મહિનાથી દીવમાં અન્ય રાજ્ય કે જિલ્લામાંથી આવનારના પ્રવેશ સામે મનાઇ હતી. જોકે અનલોક શરૂ થયા પછી ઈ-પાસ ના માધ્યમથી અન્ય રાજ્ય કે જિલ્લાનાં વ્યક્તિને દીવમાં પ્રવેશ મળતો હતો. હવે તે ઇ પાસ વ્યવસ્થામાંથી પણ મુક્તિ મળી છે.
દીવમાં પ્રવેશવા માટે હવે પ્રવાસી, વ્યવસાયી કે અન્ય કોઈ વ્યક્તિએ હવે ઈ-પાસ કઢાવવો નહિ પડે, પરંતુ કેન્દ્ર સરકારની કોરોના અંગેની ગાઈડ લાઈનનો કડક અમલ તો કરવો જ પડશે. દીવ પ્રવાસીઓ માટે ખુલ્લુ થતાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે અને અર્થતંત્ર ધબકતું થશે તેવી આશા સેવાઇ રહી છે. સરહદો ખુલ્લી થતાં વેપારી હેતુથી અને મજૂરી કામ માટે દીવ જતા સેંકડો લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
