Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકાર દ્વારા 3 હજાર આંગણવાડી કાર્યકર અને 7 હજાર તેડાગર બહેનોની ભરતી કરાશે

Live TV

X
  • બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

    ગુજરાત મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 3 હજાર આંગણવાડી કાર્યકર અને 7 હજાર તેડાગર બહેનોની ભરતી કરાશે.  જે માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આજથી અરજી પ્રક્રિયા  શરૂ કરવામાં આવી છે. જે 30 નવેમ્બર સુધી અરજી કરી શકાશે. અરજી કરવા માટે https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index વેબસાઈટની મુલાકાત લો.

    આંગણવાડી કાર્યકર/તેડાગરની પોસ્ટ માટે અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી અરજી કરવાની રહેશે. આંગણવાડી કાર્યકરની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંકના આધાર પર મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.

    આ પોસ્ટ માટે અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા  https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index પર ઉપલબ્ધ છે. ઓનલાઈન આવેદન કરતા સમયે તમામ વિગતો નિયમો અનુસાર તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમ અનુસાર હોવા જોઈએ. અરજદારે આપેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ જણાશે અરજી રદ્દ કરવાને પાત્ર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply