Skip to main content
Settings Settings for Dark

ભારતીય રેલવેએ પાંચ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી, આજથી બુકિંગ શરૂ

Live TV

X
  • ભારતીય રેલવેએ તહેવારોને ધ્યાનમાં રાખીને વધારાની પાંચ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરુ કરી છે.

    હાલમાં દિવાળીના તહેવારોની બજારમાં ધૂમ જોવા મળી રહી છે. રજાના દિવસોમાં કામદારો અને શ્રમિકો તેમજ પ્રવાસીઓ ફરવા માટે અથવા વતન તરફ જતા હોય છે. ભારતીય રેલવેએ તહેવારોને ધ્યાનમાં રાખીને વધારાની પાંચ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરુ કરી છે. જેમાં સાબરમતી-દાનાપુર સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક), વડોદરા-હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક), વડોદરા-ગોરખપુર સ્પેશિયલ (સાપ્તાહિક), ડૉ. આંબેડકરનગર-પટના (સાપ્તાહિક),  અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ (સાપ્તાહિક)નો સમાવેશ થાય છે. રેલવે અધિકારીએ જણાવ્યું છે કે, મુસાફરો આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનમાં આજથી બુકિંગ કરાવી શકશે.

    આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનથી મુસાફરોને સરળતાથી ટિકીટ પણ મળી શકશે. મહત્વનું છે કે, પશ્ચિમ રેલવે દ્વારા અત્યારસુધી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના 344 ટ્રીપ દોડાવામાં આવી છે. સાબરમતી-દાનાપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર રવિવારે સવારે 8:15 વાગ્યે સાબરમતીથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 2:15 વાગ્યે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે દાનાપુર-સાબરમતી સ્પેશિયલ ટ્રેન દર સોમવારે સાંજે 6 વાગ્યે દાનાપુરથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11:30 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 12 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી ચાલશે.

    વડોદરા-હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર શનિવારે સાંજે 7 વાગ્યે વડોદરાથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 2:30 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે હરિદ્વાર-વડોદરા સ્પેશિયલ ટ્રેન દર રવિવારે સાંજે 5:20 વાગ્યે હરિદ્વારથી ઉપડશે અને બીજા દિવસે સવારે 11:25 વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેન 12 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી ચાલશે. આ  ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, મથુરા, હજરત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ, મેરઠ સહિતના રુટ પર દોડશે. અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન દર ગુરુવારે બપોરે 3:30 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને શનિવારે સવારે 4 વાગ્યે સમસ્તીપુર પહોંચશે. આ ટ્રેન 9 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી દોડશે. આ ટ્રેન વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, સતના, પ્રયાગરાજ, બક્સર, પટના થઈને સમસ્તીપુર પહોંચશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply