Skip to main content
Settings Settings for Dark

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યના નાગરિકોને વધુ 25 એસ.ટી બસોની ભેટ આપી

Live TV

X
  • દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યના નાગરિકોને વધુ 25 એસ.ટી બસોની ભેટ આપી

    દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યના નાગરિકોને વધુ 25 એસ.ટી બસોની ભેટ આપી છે. ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈને વધુ 5 સ્લીપર કોચ અને 20 સીટીંગ બસોને શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ બસોને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે ગૃહ મંત્રીએ બસોનું નિરીક્ષણ કરતા જણાવ્યું હતું કે, લોકોની યાત્રા સુખદ રહે તે માટે રાજ્યનો માર્ગ અને પરિવહન વિભાગ સતત પ્રયત્નશીલ છે. સાથે તેમણે તહેવારોમાં પણ પોતાની ફરજ અદા કરતા એસ.ટી કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ લોકોની સુખાકારી માટે તહેવારો સમયે પોતાની ફરજ નિભાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

    આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જે .એસ પટેલ, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, ગુજરાત એસટી નિગમના એમ.ડી એન. એ. ગાંધી તથા ગાંધીનગર એસટી ડેપોના સ્ટાફ મેમ્બર્સ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply