ગુજરાત હાઇકોર્ટે કોવિડ-19ની સારવાર મામલે રાજ્ય સરકારને આપી રાહત
Live TV
-
સુઓમોટોની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સારવાર પુરતી,,,કેન્દ્ર સરકારની તમામ માર્ગદર્શિકાનું પાલન કરાયું હોવાનું વડી અદાલતનું અવલોકન..આઇસીએમઆરને પક્ષકાર તરીકે સામેલ કરતી હોઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ જે.બી. પારડીવાલાની બેંચ સમક્ષ રાજ્ય સરકાર સામેની થયેલી સુઓમોટો અરજી અંગેની સુનાવણી હાથ ધરાઇ હતી.હાઇકોર્ટે નોંધ્યુ છે કે, ડેડીકેટેડ કોવિડ-19 સિવીલ હોસ્પિટલ અમદાવાદના સંદર્ભમાં રાજ્ય સરકારને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા તમામ દિશાનિર્દેશોનું પાલન થયું છે ..હાઇકોર્ટ દ્વારા નિમવામાં આવેલી ત્રણ એકસપર્ટ ડોકટરો ડૉ. અમી પરીખ, ડૉ. અદ્વૈત ઠાકોર અને ડૉ. બિપીન અમીનની સમિતીએ રાજ્ય સરકારે લીધેલા પગલાંઓની વિગતો સાથે જે અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા તેની પણ હાઇકોર્ટ નોંધ લઇને સંતોષ વ્યકત કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર અંગેના જે દર તા.૧૬મે ર૦ના રોજથી નિયત કરવામાં આવેલા છે તે પહેલ ની હાઇકોર્ટે નોંધ લીધી છે અને હાઇકોર્ટે ચર્ચાને અંતેખાનગી હોસ્પિટલોને આ રેટ માં વધુ ૧૦ ટકા ઘટાડો કરવાના આદેશો આપ્યા છે.રાજ્યમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ ICMRની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે તેવી રજૂઆત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે વધુ સુનાવણી-ચર્ચા વિચારણા માટે ICMRને પણ પક્ષકાર તરીકે જોડવાના આદેશો કર્યા છે ..માઇગ્રન્ટ લેબર શ્રમિકોના સ્થળાંતર અંગે રાજય સરકારે જે કામગીરી કરી છે તેની હાઇકોર્ટે સકારાત્મક નોંધ લીધી છે
