Skip to main content
Settings Settings for Dark

ગૃહ રાજ્ય મંત્રીએ “ડી.જી.પી. કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૩”નો શુભારંભ કરાવ્યો

Live TV

X
  • ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ “ડી.જી.પી. કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૩”નો શુભારંભ કરાવ્યો હતો. સાથે જ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ગુજરાત પોલીસ અકાદમી ખાતે નવનિર્મિત વૂડન બેડમિન્ટન કોર્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની ૧૮ ટીમોના આશરે ૧૬૯ જેટલા ખેલાડીઓ ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેશે. 

    આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, દિવસ-રાત વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત પોલીસે તેમને રમત-ગમત સાથે જોડવાનું શુભ કાર્ય કર્યું છે. સમયાંતરે ગુજરાત પોલીસ દ્વારા આવી વિવિધ સ્પર્ધાઓના આયોજન થકી પોલીસ કર્મીઓમાં હકારાત્મક વિચારોનું સર્જન થાય છે, સ્ટ્રેસ અને નકારાત્મક વિચારો દૂર થાય છે, વધુ સારી રીતે પોતાની ફરજ નિભાવી શકે છે તેમજ તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે. ગુજરાતના પોલીસ કર્મીઓની હરહંમેશથી રમત-ગમતમાં રૂચી વધારે રહી છે. જેથી આવી વિવિધ સ્પર્ધાઓના પરિણામે પોલીસ કર્મીઓમાં રહેલી ક્ષમતાનો વિકાસ થાય છે. આગામી સમયમાં ગુજરાત પોલીસ તરફથી રાજ્યને વિવિધ રમતોમાં અનેક નવા ખેલાડીઓ મળશે, જે ગુજરાત સહિત દેશનું પણ નામ રોશન કરશે, તેવી હર્ષ સંઘવીએ આશા વ્યક્ત કરી હતી.

    મંત્રીએ કહ્યું હતું કે, પોલીસ કર્મીઓમાં રહેલી ક્ષમતાનો યોગ્ય વિકાસ થાય અને જરૂરી માર્ગદર્શન અને સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા SRP સેન્ટરો ખાતે એક્સલેન્ટ સેન્ટરો વિકસાવવાનું પણ આયોજન થઇ રહ્યું છે. પોલીસ કર્મીઓ ભવિષ્યમાં ગુજરાત પોલીસ જ નહિ, પરંતુ ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ ઉત્સાહ, આનંદ અને ખેલદિલીની ભાવના સાથે રમશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અધિક પોલીસ મહાનિદેશક(તાલીમ), ગુજરાત પોલીસ અકાદમી-કરાઈના આચાર્ય, પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
apply