Skip to main content
Settings Settings for Dark

રાજ્યની પ્રતિષ્ઠિત કંપનીઓએ સરકાર સાથે 24 કરોડના 30 MOUs સાઈન કર્યાં

Live TV

X
  • ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને જળસંપતિ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂ. 24,707 કરોડના 30 MOUs સાઈન-એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. સમજૂતી કરાર હેઠળ મુખ્યત્વે મિનરલ્સ બેઇઝ્ડ  પ્રોજેક્ટ, શહેરી વિકાસ હેઠળ નવીન આવાસ-કોમર્શીયલ બિલ્ડીંગ, ટાઉનશિપ, કેમિકલ્સ-પેટ્રોકેમિકલ, ફાર્મા, જ્વેલેરી ઉત્પાદન, ગ્રીન-સોલાર એનર્જી, ટેકસટાઇલ અને એપરલ પાર્ક, એન્જિનિયરિંગ, ઓટો, એનિમલ હેલ્થકેર, ઇથેનોલ ઉત્પાદન, ઔદ્યોગિક પાર્ક, વોટર સપ્લાય અને સ્કીલ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-2024 માં 10 વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. આ MOUsના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38 હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. 

    આ MOUs સાઈનિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્યસચિવ એસ. જે. હૈદર સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
apply