મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેલ મહાકુંભ-2 નો અમદાવાદ ખાતે શુભારંભ કરાવશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના કાંકરિયા ટ્રાન્સ્ટેડિયા ખાતે ખેલ મહાકુંભના બીજા તબક્કાનો શુભારંભ કરાવશે. રમશે ગુજરાત-જીતશે ગુજરાત હેઠળ ખેલ મહાકુંભના બીજા તબક્કાની શરૂઆત થશે.
39 રમતો અને 4 નવી રમતો સહિત વિવિધ રમતોનો ખેલમહાકુંભમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે, સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે.
સમારોહમાં આજે પેરા એશિયન રમતોત્સવ- 2023માં વિજેતા થયેલા ખેલાડીઓ અને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.
ખેલ મહાકુંભનાં બીજા તબક્કાનાં વિજેતા ખેલાડીઓ અને પ્રોફેશનલ સ્પોર્ટસ લીગના ખેલાડીઓ વચ્ચે પણ સ્પોર્ટસ લીગનું આયોજન કરાયું છે.