ગોંડલ ના અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
Live TV
-
ત્રીજા દિવસે દેશ ના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ મુલાકાત લીધી
સ્વામિનારાયણ સંપ્રદાય ના આસ્થા નું પ્રતિક સમા એવા ગોંડલ ના અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર માં આવેલી અક્ષરદેરી ના 150 વર્ષ પૂર્ણ થવા ના પ્રસંગે 11 દિવસ ચાલનારા અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે દેશ ના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ હરિ ભક્તો ને સંબોધીત કર્યા હતા. તેમના સંબોધન માં સ્વામીનારાયણ સંપ્રદાય ના આદ્યાત્મિકતા ની સાથે માનવ સેવાના કાર્યોના ઉદેશ્ય પર હર્ષ ની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દેશ ના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલ અને લોક લાડીલા મોરારજી દેસાઈ ને યાદ કરી જણાવ્યું હતું કે ગુજરાત ની ધરા ધન્ય છે અને આ ધરા પર આધ્યામિકતા અને સમાજ સેવા નું અનોખું સંગમ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સાર્ધ શતાબ્દી મહોત્સવ માં સ્વચ્છતા અભિયાન પર વિશેષ પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ આ પ્રદર્શની ની પ્રશંસા અને હર્ષ ની લાગણી વ્યક્ત કરી હતી. અંત માં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા જે રીતે માનવ કલ્યાણના કાર્યો થઈ રહ્યાં છે તેના માટે શુભેચ્છા પાઠવી હતી.