ફિલ્મ પદ્માવતના વિરોધમાં અમદાવાદમાં વિરોધ, થલતેજ, વસ્ત્રાપુર વિસ્તારમાં આગચંપીના બનાવો
Live TV
-
ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.કરણી સેના અને રાજપૂત સમાજના પ્રભાવિત વિસ્તારમાં ,પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે
ફિલ્મ પદ્માવતને લઈ ,દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદમાં થલતેજ, વસ્ત્રાપુર વિસ્તારમાં પણ ,પથ્થરમારો અને આગજનીના બનાવો ,જોવા મળ્યા.કરણી સેના અને રાજપૂત સમાજના લોકો દ્વારા ,ગઈકાલે ,શહેરમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.તે દરમિયાન ,PVR સિનેમા ,અને એક્રોપોલીસ સિનેમા પાસે ,કેટલાક અસમાજિક તત્વોના ટોળાએ /પથ્થરમારો કર્યો હતો ,તો બહાર રહેલા ,કેટલાક બાઈકમાં ,આગ લગાવી હતી.તો ત્યારબાદ ,હિમાલયા મોલ પાસે પણ, ટોળાએ ,25 જેટલા બાઈકમાં ,આગ લગાવી દીધી હતી /અને પથ્થરમારો કર્યો હતો તેમાં અનેક દુકાનોના કાચ ,તુટી ગયા હતા.બીજી તરફ ,પોલીસ દ્વારા ,કેટલાક અસામાજિક તત્વોની ,અટકાયત કરી હતી.તો ટોળાને વિખેરવા માટે ,પોલીસ દ્વારા ,હવામાં ,2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.કરણી સેના અને રાજપૂત સમાજના પ્રભાવિત વિસ્તારમાં ,પોલીસ દ્વારા ,સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.તો સરકાર દ્વારા ,આર્મીને એલર્ટ પર ,રાખવામાં આવી છે.આ તરફ ,રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ,પ્રદીપસિંહ જાડેજાએ ,લોકોને શાંતી જાળવવા માટે, અપીલ કરી હતી