પહેલા બિઝનેસથી ટેકનોલોજી દોરવાતી, હવે ટેકનોલોજી બિઝનેસને દોરે છે
Live TV
-
નિરમા યુનિવર્સિટી ખાતે ૧૧થી ૧૩ જાન્યુઆરી દરમિયાન મેનેજમેન્ટની ઈન્ટનેશનલ કોન્ફરન્સ 'નિકોમ'નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોન્ફરન્સના બીજા દિવસે પણ વિવિધ વિષયો ઉપર પ્લીનરી સેશનનું તેમજ ટ્રેક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેકનોલોજી એડ ટ્રાન્સફોર્મેશન થીમ ઉપર યોજાયેલા પ્લીનરી સેશનમાં ધનંજય દ્વિવેદીએ કહ્યું હતું કે ૧૮મી સદીમાં ગ્લોબલ જીડીપી દરમાં ભારતનું યોગદાન ૨૫ ટકા હતું, પરંતુ ટેકનોલોજીના અભાવના કારણે એ અંક ૦.૭ ટકા જેટલો નીચો જતો રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ટોપ ૨૦ બિલિનિયર્સની યાદીમાં ભારતનું કોઈ નથી. તેમણે યંગસ્ટર્સને મટિરીયલ સાયન્સ, પર્સનલાઈઝડ સાયન્સ અને આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. પહેલા બિઝનેસથી ટેકનોલોજી દોરવાતી, હવે ટેકનોલોજી બિઝનેસને દોરે છે એવા શબ્દોને ટાંકતા રાજલ ચટોપાધ્યાયે કહ્યું હતું કે ટેકનોલોજીના ઉપયોગ માત્રથી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન નથી આવી જતું પણ તમસ્કઈ રીતે એ કરો છો તેનાથી આવે છે. એક્સલેન્ટ પ્રોડક્ટ એન્ડ સર્વિસ, માર્કેટીંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, બિઝનેસ પ્રોસે, સપ્લાય તેઈન અને નવાગંતુકો માટેની સારી ઈકોસિસ્ટમથી ટ્રાન્સફર્મેશન લાવી શકાય છે. યુનિવર્સિટી ઓફ એમસ્ટરડમના ડોંય અભિષેક નાયકે કહ્યું કે સોશિયલ મીડિયાએ ટુ વે કોમ્યુનિકેશનને માર્ગ મોકળો કરી આપ્યો છે. સોશિયલ મીડિયા મોનિટરિંગથી લોકો કઈ રીતે બ્રાન્ડ સાથે એંગેજ્ડ રહે છે અને કેટલા લોકો તમારી બ્રાન્ડ વિશે ચર્ચા કરે છે તે જાણી શકાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રોડક્ટ અંગેની નેગેટિવ વાતો પોઝિટીવ કરતાં વધારે ઝડપથી ફેલાય છે.