ગોધરા: 13 વર્ષીય માહીનું બાઈસીકલ ક્રંચિસમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
Live TV
-
પંચમહાલ જિલ્લામાં ગોધરાની 13 વર્ષીય દીકરી માહીએ બાઈસીકલ ક્રંચિસમાં એક મિનિટમાં 151નો રેકોર્ડ સ્થાપિત કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે સ્થાન મેળવ્યું છે. અગાઉ આ રેકોર્ડ 1 મિનિટમાં 127 નો હતો પરંતુ, માહીએ નવો 151નો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ માહીએ કરાટે ચૅમ્પિયનશિપમાં જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ તેમજ રાજ્યકક્ષાએ બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. સાયન્સ ઓલમ્પિયાડ પરીક્ષામાં પણ માહી પંચમહાલમાં પ્રથમ આવી છે. નાની ઉંમરે માહીની અનેક સિદ્ધિઓ સરાહનીય છે.
