Skip to main content
Settings Settings for Dark

સા.કાં. જિલ્લાના 15થી વધુ પોલીસ મથકોમાં ગ્રીન ઉર્જા થકી વીજળી મેળવવાની પહેલ

Live TV

X
  • સાબરકાંઠા જિલ્લા પોલીસે જિલ્લાના 15થી વધુ પોલીસ મથકોમાં ગ્રીન ઉર્જા થકી વીજળી મેળવવાની પહેલ શરૂ કરી છે. ગુજરાતમાં ગ્રીન ઉર્જા મામલે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય તેમજ સબસીડી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસે કરેલો પ્રયાસ રાજ્યભરમાં નવીન દિશા બની રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પાંચ હજારથી વધારે લોકો પોતાના મકાનોની છત ઉપર સોલર રુફટોપ લગાવીને વીજળી મેળવતા થયા છે. ત્યારે જિલ્લાના તમામ પોલીસ મથકો પણ આ યોજના અંતર્ગત આવરી લેવાયા છે સાથો સાથ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલો આ પ્રયાસ ગ્રીન ઊર્જાને સમર્થન આપનારો બની રહ્યો છે. 

    આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરે જણાવ્યુ કે હાલમાં સાબરકાંઠા જિલ્લાના ૧૦ જેટલા પોલીસ મથકો સંપૂર્ણપણે ગ્રીન ઊર્જા થકી સંચાલિત થઈ રહ્યા છે તેમજ આગામી સમયમાં બાકી રહેલા પોલીસ મથકો પણ સંપૂર્ણ સૌર ઉર્જાથી સંચાલિત થનાર છે ત્યારે સૌર ઊર્જાથી વીજળી મેળવવાનો જિલ્લા પોલીસનો પ્રયાસ સમગ્ર ગુજરાત માટે દિશા સૂચક છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply