Skip to main content
Settings Settings for Dark

મોરબી: ઔદ્યોગિક વિસ્તારમાં તમામ રસ્તાઓ 15 કરોડ રૂ. ના ખર્ચે બનાવવા મંજૂરી

Live TV

X
  • ઔદ્યોગિક વિસ્તારમાં માળખાકીય સવલતો પૂરી પાડવાના આશય સાથે મોરબી નગરપાલિકા દ્વારા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ઘડિયાળ અને લેથના કારખાના મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડે છે. આ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોવા છતાં વર્ષોથી ભૂગર્ભ ગટર, લાઈટ, અને રોડના પ્રશ્ને વેપારી અને કારખાનેદારો પરેશાન થઇ રહ્યા હતા. અહીં ચોમાસામાં દર વર્ષે વરસાદી પાણીનો ભરાવો થતો રહે છે. 

    મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર જણાવે છે કે, લાતી પ્લોટ મેઈન રોડ, ક્રોસ રોડ અને અંદરની શેરીઓ સહિત તમામ રસ્તાઓ 15 કરોડ રૂ. ના ખર્ચે બનાવવા મંજૂરી મળી ચૂકી છે.  4 કરોડ 53 લાખ રૂ. ના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર પાઇપ ડ્રેન પણ નાખવામાં આવશે. આગામી 6 માસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ માળખાકીય સગવડને કારણે ઉદ્યોગો માટે માલ વાહન પરિવહન ઝડપી બનશે તેમજ આર્થિક વિકાસના વધારામાં પણ તે સહાયભૂત બનશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply