ગૌશાળા અને પાંજરાપોળને બે રૂપિયે કિલો ઘાસ આપવા માટે સરકાર પ્રતિબધ્ધ- મહેસૂલ મંત્રી
Live TV
-
મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું છે કે, ગૌશાળા અને પાંજરાપોળને બે રૂપિયે કિલો ઘાસ આપવા માટે સરકાર પ્રતિબધ્ધ છે
મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું છે કે, ગૌશાળા અને પાંજરાપોળને બે રૂપિયે કિલો ઘાસ આપવા માટે સરકાર પ્રતિબધ્ધ છે બનાસકાંઠા જિલ્લામાં પાંજરાપોળ અને ગૌશાળાઓમાં પશુઓ માટે ઘાસચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા જિલ્લા કલેકટર દ્વારા ૧ લાખ કિલો ઘાસચારો મેળવવાની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. ઉપરાંત સાથે પાંજરાપોળ અને ગૌશાળાના પશુઓને પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે. તેના માટે પૂરતી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સાથે મહેસૂલ મંત્રીએ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને જાહેર માર્ગો પર પશુઓને ન છોડવા માટે અપીલ પણ કરી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગોશાળાના સંચાલકોએ ઘાસચારાની તંગીના પગલે જિલ્લા વહીવટી તંત્રને રજુઆત કરી હતી. બનાસકાંઠા જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને જાહેર માર્ગો પર પશુઓને ન છોડવા અને જો આ જાહેરનામાનો ઉલ્લંઘન થશે તો તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે
