મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે જળસંચય યોજનાનું ખાતમૂહુર્ત કર્યુ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે જળસંચય યોજનારૂપે રેકકોર્સ ખાતે ,નવું તળાવ બનાવવા ખાતમૂહુર્ત કર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ,રાજકોટ ખાતે જળસંચય યોજનારૂપે રેકકોર્સ ખાતે ,નવું તળાવ બનાવવા ખાતમૂહુર્ત કર્યુ હતું. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના ,વાવ તાલુકાના કુમારડી ગામે ,સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ,તળાવ ઉંડું કરવાનો ,પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું ,કે, સમગ્ર જળ સંચયનો કાર્યક્રમ ,જનભાગીદારીથી ,ચાલી રહ્યો છે. હાલમાં ,છ હજાર તળાવોને ,ઊંડા કરવાની કામગીરી ,ચાલી રહી છે. તેમણે ઉમેર્યું ,કે, 13 હજારથી વધુ તળાવો ,ઉંડા કરીને ,રાજયમાં, 11 હજાર લાખ ,ઘનફૂટ પાણી ,સંગ્રહ કરવાનું આયોજન છે. જામનગરના હર્ષદપુર ગામ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ એ સુજલામ સુફલામ યોજના હેઠળ ચેકડેમ સમારકામ, તથા તળાવ અને ખેત તલાવડી ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
