ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ અંગેના જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા પોલીસ કમિશનરનો આદેશ
Live TV
-
ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચાઇનીઝ દોરીથી થતા મોતની સંખ્યા પણ વધતી જાય છે. તેથી જ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધ અંગેના જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા પોલીસ કમિશનરે આદેશ કર્યા છે. વડોદરામાં ચાઇનીઝ દોરીના કારણે 3 દિવસમાં 2 લોકોના મોત થયા હતા. ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસે આકરી કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન બનાવીને સમગ્ર શહેરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત પંતગ પર ભડકાઉ શબ્દો નહી લખવા તેમજ ચાઈનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલના ઉપયોગ અને વેચાણ પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે પણ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
