ચાલુ સિઝનમાં જામનગરનું લાખોટા તળાવ પહેલીવાર ઑવરફ્લો થયું
Live TV
-
જામનગરમાં ભારે વરસાદના પગલે શહેરની મધ્યમાં આવેલું લાખોટા તળાવ ચાલુ મોસમમાં પહેલી વખત ઓવરફ્લો થયું છે.
ઉપરવાસના ભારે વરસાદના કારણે નહેરોમાંથી પાણીની ભારે આવક થતાં લાખોટા તળાવ અને તેની પાછળ આવેલા બે નાના તળાવ પણ ઓવરફ્લો થવાના કારણે તળાવ નજીકના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
જામનગરના રાજવી પરિવારના નજરાણા સમાન લાખોટા તળાવ ઓવરફ્લો થવાના કારણે નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે. લાખોટા તળાવ ઓવરફ્લો થવાના કારણે જામનગરના શહેરીજનોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું. લાખોટા તળાવ ચાલુ વર્ષે પહેલી જ વાર ઓવરફ્લો થયું છે.
