ચોમાસુઃ 24 કલાકમાં રાજ્યના 149 તાલુકામાં વરસાદ, માછીમારોને દરિયો ના ખેડવાની સુચના
Live TV
-
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 149 તાલુકામાં હળવાથી ભારે પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં હાલ ચોમાસાએ પોતાની બીજી ઈનિંગ શરુ કરી છે. છેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોળમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉંમરગામમાં 3 ઈંચ. જુનાગઢના માંગરોળમાં સવા બે ઈંચ અને ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સવા બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
સુરતના ચોર્યાસી, જુનાગઢના વિસાવદર, ભરૂચના અંકલેશ્વર અને વાલિયામાં એકથી દોઢ થી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આ સાથે અમેરલીના ખાંભા, જુનાગઢના માળિયા, ભરૂચના હાંસોટ., છોટાઉદેપુરના ક્વાંટ, પોરબંદરના રાણાવાવ સહિત રાજકોટના ગોંડલમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજી પણ આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જાફરાબાદના બંદર કિનારે અને મોરબીના નવલખી પોર્ટ પર ત્રણ નબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને પણ દરિયો ના ખેડવાની સુચના આપવામાં આવી છે.
