છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 27 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં અત્યાર સુધી 3 કરોડ 26 લાખ 14 હજાર 461 ડોઝ રસીકરણના આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 27 કેસ નોંધાયા હતા. , વડોદરામાં 5 અને અમદાવાદ, સુરત અને આણંદમાં 3- 3 કેસ, જ્યારે જામનગર, નવસારી, જૂનાગઢમાં 2 - 2, અમરેલી, બનાસકાંઠા,ભરૃચ, ભાવનગર, દાહોદ, ગીર સોમનાથ, પંચમહાલમાં 1 -1 કેસ નોંધાયા છે. તો રાજ્યના 19 જિલ્લાઓમાં કોરાનાનો એક પણ કેસ નોંધાયો નથી. જયારે 33 લોકો સાજા થયા હતા. તો રાજ્યમાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સાથે રાજ્યમાં રિકવરી રેટ વધીને 98. 75 ટકા થયો હતો. અત્યાર સુધીમાં કુલ 8 લાખ, 14 હજાર, 485 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 3 કરોડ 26 લાખ 14 હજાર 461 ડોઝ રસીકરણના આપવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ લક્ષિત વ્યક્તિઓમાંથી એટલે કે 18 વર્ષથી વધુ વયના વ્યક્તિઓમાં 50 ટકા કરતા વધુ વ્યક્તિઓના પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં આજે 4 લાખ 39 હજાર 45 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં અત્યારે કુલ 268 એક્ટિવ કેસ છે.
