ભુજના ભુજોડી ખાતે સ્વર્ણિમ વિજય વર્ષ નિમિત્તે દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
આજથી 50 વર્ષ પૂર્વે 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું તે યુદ્ધમાં ભારતે વિજય મેળવી હતી. જેના ઉપલક્ષમાં દેશભરમાં ઇન્ડિયન આર્મી દ્વારા સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જે તે સમયે કચ્છની સરહદ પર પણ યુદ્ધનો જંગ ખેલાયો હતો યુદ્ધમાં જીત માટે કચ્છનો પણ અગ્રીમ ફાળો રહ્યો હતો જેથી સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં ભુજ તાલુકાના ભુજોડી ખાતે આવેલા વંદે માતરમ મેમોરિયલ પાર્ક ખાતે દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો. ખાસ વિજય વર્ષની ઉજવણી અનુસંધાને વિજય મશાલ આજે ભુજ ખાતે લાવવામાં આવી હતી સૈન્ય દ્વારા મશાલનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરા આદર સન્માન સાથે વિજય મશાલ રાખવામાં આવી હતી ખાસ આ તકે શીખ રેજીમેન્ટ દ્વારા સરહદે થતા યુદ્ધની ઝાંખી રજુ કરવામાં આવી હતી. સાથે જ દેશભક્તિના ગીતોની બેન્ડ સુરાવલી રજૂ કરવામાં આવી હતી.આર્મીના બ્રિગેડિયર સુધાશું શર્માએ જણાવ્યું કે,1965 અને 1971 ના યુદ્ધમાં ભારતની ભવ્ય જીત થઈ હતી આ યુદ્ધની જીતમાં કચ્છનો પણ અગ્રીમ ફાળો રહ્યો છે કચ્છની વીરાગનાઓ,લોકો,અહીંના સજ્જનોએ સૈનિકોની મદદ કરી છે યુદ્ધના સમયે ભુજમાં એરપોર્ટ પર રનવે બનાવવી હોય કે સૈન્યને વસ્તુઓ પહોંચાડવી હોય દરેક વખતે અહીંના લોકો સેનાની પડખે રહ્યા છે કચ્છ અને દેશની સરહદ પર સુરક્ષા જવાનો તૈનાત છે જેથી દેશવાસીઓ નિશ્ચિત રહે તેવી બાંહેધરી આપી હતી.
