Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 602 કેસ નોંધાયા, સાજા થવાનો દર 95.34%

Live TV

X
  • ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં 602 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 4 દર્દીઓના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4350એ પહોંચ્યો છે. જ્યારે 855 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 95.34 ટકાએ પહોંચ્યો છે.

    છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ કોર્પોરેશન 129, સુરત કોર્પોરેશન 97, વડોદરા કોર્પોરેશન 84, રાજકોટ કોર્પોરેશન 57, મહેસાણા 06, વડોદરા 26, કચ્છ 08, ગાંધીનગર 09, સુરત 24, રાજકોટ 15, અમરેલી 04, ખેડા 10, ભરૂચ 11, પંચમહાલ 11, ગાંધીનગર કોર્પોરેશન 08, દાહોદ 11, જામનગર કોર્પોરેશન 08, બનાસકાંઠા 02, જુનાગઢ કોર્પોરેશન 05, સુરેન્દ્રનગર 06, સાબરકાંઠા 08, ભાવનગર કોર્પોરેશન 11, મોરબી 05, આણંદ 12, નર્મદા 03, જુનાગઢ 04, તાપી 01, ગીર સોમનાથ 02, અમદાવાદ 04, દેવભૂમિ દ્વારકા 02, મહીસાગર 01, અરવલ્લી 01, છોટા ઉદેપુર 01, વલસાડ 03, પોરબંદર 02 કેસ સામે આવ્યા છે.

    ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,41,372 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 7439 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 58 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 7381 સ્ટેબલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply