છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 780 કેસ નોંધાયા
Live TV
-
ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં 780 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,45,038એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 4 દર્દીઓના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4306એ પહોંચ્યો છે. જ્યારે 916 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 94.23 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,906 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ કોર્પોરેશન 154, સુરત કોર્પોરેશન 119, વડોદરા કોર્પોરેશન 106, રાજકોટ કોર્પોરેશન 64, મહેસાણા 12, વડોદરા 29, કચ્છ 28, ગાંધીનગર 13, સુરત 26, રાજકોટ 22, અમરેલી 08, ખેડા 14, ભરૂચ 20, પંચમહાલ 13, ગાંધીનગર કોર્પોરેશન 13, દાહોદ 24, જામનગર કોર્પોરેશન 08, બનાસકાંઠા 04, જુનાગઢ કોર્પોરેશન 09, સુરેન્દ્રનગર 03, સાબરકાંઠા 09, ભાવનગર કોર્પોરેશન 06, મોરબી 12, પાટણ 04, આણંદ 05, નર્મદા 04, જુનાગઢ 11, તાપી 01, ગીર સોમનાથ 06, અમદાવાદ 06, દેવભૂમિ દ્વારકા 01, મહીસાગર 03, અરવલ્લી 05, છોટા ઉદેપુર 04, વલસાડ 05, પોરબંદર 01 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,30,893 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 9839 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 61 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 9778 સ્ટેબલ છે.
