Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે છે. મુખ્યમંત્રીએ ઓખામાં કોસ્ટગાર્ડના નવા બે ભવનોનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મંત્રી કુંવર બાવળિયા,જવાહર ચાવડા,સાંસદ સભ્ય પૂનમ માડમ સહિત તટ રક્ષક દળના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશની દરિયાઇ સીમાને સુરક્ષિત રાખવા બદલ કોસ્ટગાર્ડના સૈનિકોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન તટરક્ષક દળના સૈનિકોએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. જ્યારે તટરક્ષક દળ માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું ટ્રેનિંગ સેન્ટર વિકસાવવા માટેની રજૂઆતનું પણ મુખ્યમંત્રીએ સમર્થન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી આજે ઓખામાં સિગ્નેચર બ્રિજનું હોવરક્રાફ્ટ દ્વારા સ્થળ મુલાકાત કરીને કામનું નિરિક્ષણ કરશે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ વિકાસ કામોનું પણ લોકાર્પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply