છોટાઉદેપુરઃ મુખ્યમંત્રીએ જેસીબી ચલાવી તળાવ ખોદયુ, શ્રમિકોને ન મળતા નારાજ
Live TV
-
સુજલામ સુફલામ યોજનાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જેસીબી ચલાવી તળાવ ખોદવાનું શરૂ કરાવ્યુ
સુજલામ સુફલામ યોજનાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી છો઼ટાઉદેપુર પહોંચ્યા. જ્યા તેમણે જેસીબી મશીન ચલાવીને તળાવ ખોદવાનું શરૂ કરાવ્યુ આ કાર્યક્રમ અંતર્ગત
મુખ્યમંત્રી મનરેગા નું કામ કરતા શ્રમિકોને ને ન મળતા શ્રમિકો નારાજ થયા છેમુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર ના અલી ખેરવા ગામે તળાવ ઊંડું કરવા ના શ્રમયજ્ઞ માં સહભાગી થતા ગૌરવ સહ જણાવ્યુંકે આ અભિયાન ને 25 દિવસ માંજ જે જન સહયોગ મળ્યો છે એ પુરવાર કરે છે કે ગુજરાત નો પ્રત્યેક નાગરિક જળ સંચય અને જળ સ્તર ઊંચા લાવવા ના મક્કમ નિર્ધાર સાથે ભાવિ પેઢી માટે પાણીના દુકાળ ને ભૂતકાળ બનાવવા સંકલ્પબદ્ધ છે. તેમણે અમેરિકા ની નાસા એ તાજેતરમાં વિશ્વના વિવિધ દેશો નો સર્વે કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંડા જવા અંગે ચિંતા વ્યક્ત કરી તેના ઉપાયો માટે સૂચવ્યું છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત ની આ સરકારે તો આ અહેવાલ પહેલા જ આગોતરું આયોજન કરી ને પાણી ના સંચય અને આગામી ચોમાસા માં જળ સંગ્રહ ક્ષમતા 11000 લાખ ઘન ફુટ વધારવા ની કટીબદ્ધતા સાથે આ સુજલામ સુફલામ જળ અભિયાન આદર્યું છે. મુખ્યમંત્રી એ અભિયાન ની સફળતાની ભૂમિકા આપતા જણાવ્યું કે 526 જે.સી.બી થી 1 મેં એ શરૂ કરેલા આ અભિયાન માં આજે 4200 ઉપરાંત જે.સી બી અને 2000 ટ્રકડમ્પર માં 14હજાર ટ્રક ડમ્પર માટી ઉપાડવા અને તળાવો ઊંડા કરવા માં લાગ્યા છે.. 3લાખ 27 હજાર શ્રમિકો ને આ કામો માં રોજગારી મળી રહી છે.. વિજય ભાઈ એ ઉમેર્યું કે તળાવો ઊંડા કરવા ને પરિણામે નીકળતી માટી એક પણ રૂપિયો રોયલ્ટી લીધા વિના ખેડૂતો ને ખેતર માં ખાતર તરીકે ઉપયોગ માં લેવા આપીએ છીયે.. મુખ્યમંત્રી એ આ અવસરે છોટા ઉદેપુર જિલ્લાના નવ નિર્મિત જિલ્લા પઁચાયત ભવન નો પણ લોકાર્પણ કર્યો હતો.
