Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરઃ યાર્ડમાં ટેકાના ભાવથી શરૂ થઈ ચણાની ખરીદી

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ- મૂળી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી શરૂ થઈ ચણાની ખરીદી - ખરીદ વેચાણ સંઘમાં બજાર ભાવ કરતા પણ વધારે ભાવ આપી , ખેડૂતોના ચણાની થઈ રહી છે ખરીદી - વરસાદ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે ખરીદી

    સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામમાં ચણાની ખરીદી ટેકાના ભાવથી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૂળી માર્કેટિંગ યાર્ડમાં ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવેથી ખરીદી શરૂ કરવામાં આવી છે. જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને વેચાણ કરવા માટે અહીં આવી રહ્યા છે. પુરતા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. ખેડૂતોના કહેવા મુજબ અહીં આવવાથી તેમને ઘણો ફાયદો થાય છે જ્યારે સમયનો પણ ઓછો બગાડ થાય છે. મૂળી માર્કેટિંગ યાર્ડમાં પ્રતિદિન 700 જેટલી ગુણી ચણાની ખરીદી કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન થયા બાદ ખેડૂતોના માલનો નમૂનો મંગાવીને ખરીદી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગુજકોમોસોલના અધિકારી પણ હાજર રહે છે. મહત્વનું છે કે બજારમાં ચણાના 600થી 650 રૂપિયા મળે છે. જ્યારે મૂળી માર્કેટિંગ યાર્ડમાં 880 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળે છે. અત્યાર સુધી લગભગ 5 હજાર જેટલી બોરીની ખરીદી કરવામાં આવી છે અને જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી ખરીદી ચાલું રહેશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply