Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર-અલીખેરવા ગામે તળાવ ઊંડુ કરવાના શ્રમયજ્ઞમાં CM વિજય રૂપાણી સહભાગી થયા

Live TV

X
  • આગામી ચોમાસામાં જળસંગ્રહ ક્ષમતાં અગિયાર હજાર લાખ ઘનફૂટ વધારવાની કટિબધ્ધતા

    સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત ગઈકાલે છોટાઉદેપુરના અલીખેરવા ગામે તળાવ ઊંડુ કરવાના ,શ્રમયજ્ઞમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહભાગી થયાં હતા. આ પ્રસંગે જણાવ્યું કે, અમેરિકાની નાસાએ તાજેતરમાં વિશ્વના વિવિધ દેશોનો સર્વે કરીને ભૂગર્ભ જળસ્તર ઊંડા જવા અંગે ,ચિંતા વ્યકત કરી હતી. ત્યારે ગુજરાત સરકારે તો અહેવાલ પહેલાંજ આગોતરૂં આયોજન કરીને જળસંચય અને આગામી ચોમાસામાં જળસંગ્રહ ક્ષમતાં અગિયાર હજાર લાખ ઘનફૂટ વધારવાની કટિબધ્ધતા સાથે આ સુજલામ સુફલામ જળ અભિયાન આદર્યું છે. આ અભિયાનની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 4200 જેસીબી અને 14 હજાર ટ્રક ડંપર કામે લાગ્યા છે. ઉપરાંત 3.27 લાખ શ્રમિકોને, આ કામગીરીથી રોજગારી મળી રહી છે. વધુમાં મુખ્યમંત્રીએ આ પ્રસંગે રૂપિયા 20.87 કરોડના ખર્ચે તૈયાર થયેલ જિલ્લા પંચાયત ભવન વરેછી ખાતે રૂપિયા ચાર કરોડના ખર્ચે તૈયાર થયેલ આદર્શ નિવાસી કન્યા શાળા અને તેજગઢ ખાતેના તાલીમ કેન્દ્રનું ડીજીટલી લોકાપર્ણ કર્યુ હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply