છોટાઉદેપુરના ક્વાંટમાં વરસાદનું આગમન
Live TV
-
છોટાઉદેપુરના ક્વાંટમાં વરસાદનું આગમન
હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુરના ક્વાંટમાં વરસાદ વરસ્યો હતો. શીત લહેરો સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી હતી. મહત્વનું છે કે હવામાન વિભાગે 7થી 11 જૂન સુધીમાં છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે. તો,બીજી તરફ પશ્ચિમથી દક્ષિણ -પશ્ચિમના ગરમ પવનના કારણે પવનની ગતી ઘટી છે અને ફરી અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં ગરમીમાં વધારો થયો છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 43 જયારે લઘુત્તમ તાપમાન 30 ડીગ્રી નોંધાયું હતું. તો અન્ય 9 શહેરોનું તાપમાન 40 ડીગ્રીથી વધુ નોંધાયું હતું.
