ડાંગઃ સાપુતારામાં વરસાદી માહોલ થતા ખેડૂતોમાં ખુશીની લહેર
Live TV
-
ડાંગઃ સાપુતારામાં વરસાદી માહોલ થતા ખેડૂતોમાં ખુશીની લહેર
કાળઝાળ ગરમી વચ્ચે ડાંગના સાપુતારામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શુક્રવારે સાંજે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. વરસાદને કારણે શીત લહેર ફરી વળતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મેઘરાજાની પધરામણી થતા જ વીકેન્ડમાં ટુરિસ્ટોની અવરજવર વધી રહી છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ અને ડાંગમાં વરસાદ ખાબક્યો હતો અનેક લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે.
