Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરના પ્રાંત અધિકારી પ્રવિણ ચૌધરીની શુ છે અનોખી પહેલ !

Live TV

X
  • આજની ભાગ દોડવાળી વ્યસ્ત જીંદગીમાં સામાન્ય રીતે દરેક વ્યક્તિ , અવરજવર માટે પોતાને પોસાય એવા વાહનનો ઉપયોગ કરે છે. ત્યારે સરકારમાં ઉચ્ચ પદ પર બિરાજેલ વ્યક્તિ સ્વેચ્છાએ સરકારી વાહનનો ઉપયોગ ત્યજીને સાઈકલ પર અવરજવર કરે એ વાત માન્યામાં આવે ? પરંતુ આ એક હકીકત છે. આજે એક એવી વિશિષ્ટ વ્યક્તિ વિશે વાત કરવી છે, જે IAS ઓફિસર હોવા છતાં ઓફિસ જવા સાઈકલ વાપરે છે. છોટાઉદેપુરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા સરકારી અધિકારીની વાત પ્રસ્તુત છે.

    વર્તમાન સમમયાં 12- 15 વર્ષના વિદ્યાર્થી સાયકલ પર શાળાએ જવામાં શરમ અનુભવે છે ત્યારે સાઈકલ પર ઓફિસ જઈ રહેલા આ યુવાન છે, છોટાઉદેપુરના પ્રાંત અધિકારી પ્રવિણ ચૌધરી.. આમ તો IAS અધિકારીને સરકાર તરફથી ડ્રાઈવર સાથેની એસી વાળી ગાડી તથા અન્ય સવલતો આપવામાં આવે છે. સામાન્ય રીતે અધિકારી અને એમના પરિજનો પણ  ઓફિસ સમય ઉપરાંત પણ આ સગવડોનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ પ્રવિણભાઈ તેમના નિવાસેથી ઓફિસ આવવા જવા સાઈકલનો ઉપયોગ કરે છે. અન્ય કર્મચારીઓ કરતાં પહેલાં ઓફિસ પહોંચી જાય છે.

    એક જવાબદાર ઉચ્ચ અધિકારી હોવાથી સમયના અભાવે વ્યાયામ ન કરી શકતા પ્રવિણભાઈ ફીઝીકલ ફીટનેસ અંગે સભાન છે એટલે જ નિયમિત સાયકલીંગ કરી તેઓ પોતાને તંદુરસ્ત રાખે છે. તેઓ માને છે કે, ભારતના યુવાનો ફ્યુઅલ બાળીને બાઈકનો ઉપયોગ કરવા કે દેખાવ ખાતર લક્ઝયુરીયસ કારનો ઉપયોગ કરવાને બદલે જો સ્વસ્થતાને મહત્વ આપી સાયકલ વાપરે તો દેશનો વિકાસ ઝડપી બનશે. વળી પેટ્રોલ, ડીઝલ જેવા પ્રાકૃતિક સંસાધનોનો સ્ત્રોત  દિવસે દિવસે ઓછો થઈ રહ્યો છે તેવામાં જો સાયકલનો ઉપયોગ વધે તો પર્યાવરણ સંરક્ષણમાં ફાયદો થાય.

    રાજસ્થાનના નાગોરના એક સામાન્ય પરિવારમાં જન્મેલા પ્રવિણભાઈનો પરિવાર આજે દેશનો એક અસમાન્ય પરિવાર બની ચૂક્યો છે. પ્રવિણ ચૌધરી મદ્રાસ IIT માં અભ્યાસ બાદ 2014 ની બેચના IAS અધિકારી બન્યા . એમની એક બહેન 2009 ની બેચના IAS છે અને બીજી બહેન 2012 બેચના IAS અધિકારી છે.પિતાની પ્રેરણાને અનુસરીને ચાલતા પ્રવિણભાઈની કાર્યશૈલી સાથે જીવનશૈલી પણ સાદગીસભર છે. સરકારી અધિકારીની આ પહેલને છોટાઉદેપુરના બુધ્ધિજીવીઓ અને લોકો આવકારી રહ્યાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply