છોટાઉદેપુર : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ૯૩મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી
Live TV
-
છોટાઉદેપુર મંગલ ભારતી ખાતે તાજેતરમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ૯૩મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વિષય નિષ્ણાંત બી.એલ.ધાયલે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડોકટર બી.એમ.મહેતાએ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ પ્રવૃત્તિઓ વિશે ખેડૂતોને જણાવ્યું હતું તેમજ તેની સ્થાપનાથી અત્યાર સુધીમાં દેશના ખેતીના વિકાસમાં મેઘધનુષ્ય ક્રાંતિ - જેમાં “હરિયાળી ક્રાંતિ, નીલી ક્રાંતિ,પીળી ક્રાંતિ, સોનેરી ક્રાંતિ તેમજ સંચારક્રાંતિ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે શું ભાગ ભજવ્યો તેના વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમની સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આયોજીત કર્યો હતો.
