છોટા ઉદેપુરઃ ખાળકુવામાં પડી જતાં એક જ પરિવારના ત્રણ બાળકોના મોત
Live TV
-
ત્રણ બાળકોના આકસ્મિક મૃત્યુના પગલે પરિવારમાં સર્જાયું શોકનું વાતાવરણ
છોટા ઉદેપુરના પાવી જેતપુર તાલુકાના કદવાલ પાસે આવેલા કાલીકુઈ ગામમાં દુર્ઘટના સર્જાઈ હતી. કાલીકુઈ ગામના એક જ પરિવારના ત્રણ બાળકો ઘરની પાસે રમતાં રમતાં ખાળકુવામાં પડી ગયાં હતાં. જેથી તેમના મોત નિપજ્યાં છે. આ ત્રણ બાળકોના આકસ્મિક મૃત્યુના પગલે પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.
મૃતકમાં યોગેશ (ઉંમર વર્ષ 7), પિયુષ (ઉંમર વર્ષ 8) અને બહેન હેતલ (ઉંમર વર્ષ 4) સાંજના સુમારે રમતા રમતા ખાળકૂવામાં પડી ગયાં હતાં. જ્યાં તેઓ મોતને ભેટ્યાં હતા. પંથકમાં એક જ અઠવાડિયામાં આ પ્રકારનો બીજો બનાવ બનતા પંથકના લોકો શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયા છે.
