Skip to main content
Settings Settings for Dark

નવા ચૂંટાયેલા સાંસદ જુગલજી ઠાકોરે કર્યા માં અંબાના દર્શન

Live TV

X
  • પરીવાર અને મિત્રો સાથે જુગલજી ઠાકોરે લીધી યાત્રાધામ અંબાજીની મુલાકાત

    ગુજરાત રાજ્ય સભાના નવા ચૂંટાયેલા સાંસદ જુગલજી ઠાકોર ગઇકાલે પોતાના પરીવાર અને મિત્રો સાથે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. અંબાજી પહોંચેલા જુગલજી ઠાકોરનું અંબાજી સહીત દાંતાનાં વિવિધ ઠાકોર સમાજનાં સંગઠનો દ્વારા સાફો પહેરાવી શાલ ઓઢાડી અને તલવાર ભેટ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ.

    આ પછી જુગલજી ઠાકોરે નીજ મંદિરમાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાંસદની આ મુલાકાત દરમિયાન પુજારીએ માથે પાવડી મુકી તેમજ ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતાં. આ પછી જુગલજી ઠાકોરે માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઇ રક્ષા પોટલી બંધાવી હતી. જોકે, રાજ્યસભાના સાંસદ બન્યા બાદ જુગલજીઠાકોરે સૌ પ્રથમ વખત ગઇકાલે અંબાજીમા માં અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply