Skip to main content
Settings Settings for Dark

જામનગરઃ એક મહિનો ચાલશે મેગા ટ્રાફિક ડ્રાઈવ, સ્થળ પર જ ફટકારાયો દંડ

Live TV

X
  • હેલ્મેટ કે સીટ બેલ્ટ વગરના વાહનચાલકો તેમજ ફેન્સી નંબર પ્લેટ અને ડાર્ક ફિલ્મ લગાવનાર સામે આકરી કાર્યવાહી

    શહેરમાં વધતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખતા જામનગરમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઇકાલથી એક મહિના સુધી આ સ્પેશિયલ મેગા ટ્રાફિક ડ્રાઇવ ચાલશે. જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા ટ્રાફિક ડ્રાઈવની શરુઆત કરાવવામાં આવી છે. આ ડ્રાઈવ 6 ઓગસ્ટ સુધી ચાલશે.

    ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન શહેરના તમામ મુખ્ય રસ્તા અને સર્કલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે, આ ડ્રાઈવમાં હેલ્મેટ કે સીટ બેલ્ટ વગરના વાહનચાલકો તેમજ ફેન્સી નંબર પ્લેટ અને ડાર્ક ફિલ્મ લગાવનાર વાહન ચાલકોને રોકી સ્થળ પર જ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં શહેરીજનો પોલીસને સાથ સરકાર આપે તેવી અપીલ પોલીસ તરફથી કરવામાં આવી છે.

    આ ઉપરાંત જામનગર પોલીસની જુદી જુદી 30 ટીમો દ્વારા મહા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. વહેલી સવારથી પોલીસ દ્વારા પાડેલા દરોડામાં 34 પ્રોહીબ્યુશનના, 3 દારુ પીધેલા, 4 જુગાર, 9 લોકો સામે જીપીએક્ટ 135 મુજબની કાર્યવાહી , નાસતા ફરતા 5 લોકોનું ચેકીંગ, 120 જેટલા એમસીઆર ચેકીંગ , 900 લીટર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply