વલસાડમાં ધોધમાર વરસાદ, NDRFની ટીમે 15 લોકોનો કર્યો બચાવ
Live TV
-
કાંકરેજ ફળીયામાં ઘૂસ્યું કોલક નદીનું પાણી, પાણીના ધસમસતા પ્રવાહમાં NDRFની સરાહનીય કામગીરી
વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. આ ધોધમાર વરસાદને પગલે લોકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નદીના પાણી પણ લોકોના ઘરમાં ઘૂસી ગયાં હતાં. વાપી તાલુકાના સલવાવ ગામે NDRFની ટીમે 15 લોકોને બચાવ્યા હતા.
વાપી નજીક સલવાવ ગામે કોલક નદીનું પાણી ગામના ઘુરિયા કાંકરેજ ફળીયામાં ઘુસી આવતા 6 જેટલા પરિવારના 15 લોકો ફસાયા હતાં. જેઓ ને વલસાડ જિલ્લાના વહીવટી તંત્ર અને ગામના સરપંચ ની સતર્કતાના પગલે NDRFની ટીમને સમયસર સ્થળ પર મોકલવામાં આવી હતી.
NDRFની ટીમે 15 જેટલા સભ્યોને પાણીના ધસમસતા પ્રવાહ માંથી બચાવાયા હતા. ગામના સરપંચ અને એમના પત્ની જેઓ ગામના ફસાયેલ લોકો ને ફૂડ પેકેટ્સ આપવા ગયા હતા તેઓ પણ ત્યાં ફસાયા હતા.જેમનું પણ રેસ્ક્યુ કરાયું હતું. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ઉમરગામ તાલુકામાં 40 ઇંચ, કપરાડા તાલુકામાં 40 ઇંચ, ધરમપુર તાલુકામાં 32 ઇંચ, પારડી તાલુકામાં 32 ઇંચ, અને વલસાડ તાલુકામાં 35 ઇંચ કુલ સિઝનનો વરસાદ નોંધાયો છે.
