રાજકોટની નમ્રતા બની પરીકથાઓની રીપેન્જલ
Live TV
-
રાજકોટની નમ્રતા પરીકથાઓની રીપેન્જલ બની છે. કેન્સરની સારવાર દરમ્યાન વાળ ખોઈ ચુકેલા યુવા દર્દીઓને વિગ મળી રહે તે માટે તેણે પોતાના સાડા ત્રણ ફુટ લાંબા વાળ દાન કર્યા છે. ઊભા થયેલા ભંડોળમાંથી પણ સેવાકાર્ય કર્યું છે.
રીપેન્ઝલની એ એવી પરી કથા છે. જેના સુંદર વાળ હતા અને તેના વાળ જ તેની શક્તિ હતા. આજે અમે તમને ગુજરાતની એવી રીપેન્ઝલ સાથે મુલાકાત કરાવવાના છીએ, જેને વાળથી લંડન અને ગુજરાતના લોકોને એકદોરે બાંધ્યા છે.
આ કડકડાટ ઈંગ્લીશ બોલતી યુવતી મૂળ રાજકોટ અને લંડનમાં રહેતી નમ્રતા વ્યાસ છે. જે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સોશ્યલ સાયન્સનો અભ્યાસ કરે છે. અભ્યાસ સાથે નમ્રતા 16 વર્ષની હતી ત્યારેથી તે સેવા કાર્યોમાં જોડાઈ હતી. સેવાકાર્યો કરતા તે કેન્સરના દર્દીઓના સંપર્કમાં આવી અને આ દર્દીઓ માટે કંઈક કરવાનું તેણે વિર્ચાયું હતુ. બસ આ વિચારથી પ્રરાઈને નમ્રતાએ પોતાના કાળા ઘટ્ટાદાર લાંબા વાળ દાનમાં આપી દીધા. લંડન ખાતેની 'લિટલ સ્ટાર પ્રિન્સેસ' નામની સંસ્થાને નમ્રતાએ પોતાના વાળ દાન કર્યા હતા. જેમાંથી સંસ્થાને કેન્સરના દર્દીઓ માટે વીગ બનાવશે અને તેનું નિઃશુલ્ક વિતરણ કેન્સરના દર્દીઓને કરશે.
નમ્રતાએ પોતાના આ ઉમદા કાર્યની વાત સોશ્યલ મીડિયા પર વહેતી મૂકી અને તપસ્વીના તપમાં ભાગીદાર થતા નમ્રતાને ઓનલાઈન ફંડની સરવાણી ફૂટી અને નમ્રતાએ વાતવાતમાં 1200 પાઉન્ડનું ફંડ એકઠું કરી લીધુ. પણ સ્વભાવે મૃદુ અને નિર્મળ નમ્રતાએ આ ફંડનો સદુપયોગ કરવા માદરે વતન વાટ પકડી અને વાંકાનેરના વાદી સમાજના બાળકો અને રાજકોટની લાલબહાદુર કન્યા શાળામાં 50 અનાથ દિકરીઓને એજ્યુકેશન કીટનનું વિતરણ કર્યું હતું..
નમ્રતાની નમ્રતા અને તેના નિરલેપ સ્વભાવથી પરિવાર અને ગુજરાત ગૌરવ અનુભવે છે. જો નમ્રતાની જેમ સૌ કોઈ બીજા કોઈનો ખ્યાલ કરે તો દુનિયામાંથી દુઃખ તો, ગાયબ નહીં થાય પણ તેને સહન કરવાની શક્તિ અને દર્દની વેદના ઓછી તો થશે જ.
