દિલ્હી I.I.T.માં પ્રવેશ મેળવનારો ડાંગ જિલ્લાના થોરવાડા ગામનો પ્રથમ વિદ્યાર્થી અવીરાજ ચૌધરી
Live TV
-
દિલ્હી I.I.T.માં પ્રવેશ મેળવનારો ડાંગ જિલ્લાના થોરવાડા ગામનો પ્રથમ વિદ્યાર્થી અવીરાજ ચૌધરી. એન્જિનિયરિંગ ક્ષેત્રની પરિક્ષામાં દેશમાં એક હજાર વીસમો ક્રમાંક મેળવ્યો છે. પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે છે.
સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય ,આ ઉક્તિ આજે થોરપાડા ગામના અવીરાજ ચૌધરીએ સિદ્ધ કરી બતાવી છે. આહવાથી અંદાજિત 40 કિલોમીટરના અંતરે આવેલા થોરપાડા ગામમાં ખુશીનો માહોલ છે. ગામના ખેડૂત પરિવાર નો સૌથી નાનો દીકરો અવીરાજ ચૌધરીએ માતા પિતા તેમજ ગામનું નામ રોશન કર્યુ છે. આ યુવાને દેશની સર્વોચ્ચ એન્જિનિયરિંગ ક્ષેત્રે લેવાતી પરીક્ષામાં 1020 મો ક્રમાંક મેળવી ને દેશની નામાંકિત આઈ.આઈ. ટી દિલ્હીમાં ટેકસટાઇલ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો છે. આમ અવીરાજ ચૌધરી આઈઆઈટી માં પ્રવેશ મેળવનાર ડાંગનો પ્રથમ વિદ્ધાર્થી બન્યો છે. જેની ખુશી ઘર ના લોકો માણી રહ્યા છે. નબળી આર્થિક પરિસ્થિતિ અને ખેત મજુરી પર નભતા અવિરાજે ફરી સાબિત કર્યુ છે કે ગરીબ-તવંગર જેવા કોઈ ભેદ શિક્ષણ ક્ષેત્રે હોતા નથી. પોતાનુ લક્ષ હાંસલ કરવા બસ એક દ્વઢ નિશ્ર્ચય ની જરૂર હોય છે.
