છોટા ઉદેપુરઃ દીપડાની તસ્કરી મામલે પાંચ શખ્સોની ધરપકડ
Live TV
-
છોટાઉદેપુરમાં દીપડાની તસ્કરીની ઘટના પ્રકાશમાં આવી - વન વિભાગની ટીમે ચામડું વેચવા આવનાર પાંચ શખ્સોને ઝડપ્યા - દીપડાના નખની પણ તસ્કરીની આશંકા - વન વિભાગે હાથ ધરી વધુ તપાસ
છોટા ઉદેપુરમાં દીપડાના ચામડાની તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં છોટા ઉદેપુર વન વિભાગના અધિકારીઓએ બાતમીને આધારે છટકુ ગોઠવીને, ડમી ગ્રાહક બની, શુક્રવારે વહેલી સવારે ઝોઝ ગામ પાસેથી પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
તમામ આરોપીઓ દાહોદ જિલ્લાના ધાનપુર ગામના રહેવાનું સામે આવ્યું છે. તેમની પાસેથી દિપડાનું ચામડું મળી આવ્યું હતું અને તેમાં દુર્ગંધ આવતી હોવાથી આશંકા છે કે ચાર પાંચ દિવસ પહેલાં જ દિપડાનો શિકાર કરાયો હશે. ઝડપાયેલા આરોપીઓ દિપડાના નખ અને ચામડાનું વેચાણ કરતા હતા. આ સંદર્ભમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
