રાજ્ય સરકાર પહેલી એપ્રિલથી ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરશે
Live TV
-
સરકાર દ્વારા આગામી પહેલી એપ્રિલથી 31 મે દરમિયાન ચણા અને રાયડાની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે
રાજ્યમાં ૯૫ કેન્દ્રો ઉપર ચણાની જ્યારે ૩૫ કેન્દ્રો ખાતે રાયડા માટેની ટેકાના ભાવે ખરીદી કરાશે જે માટે.૧૬ માર્ચ ૨૦૨૦ સુધી નોંધણી કરી શકાશે.
સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ, ચોથી માર્ચ સુધી ચણાની જણસી માટે ૭૨ હજાર જેટલા તો , રાયડાની જણસી માટે ૧૨, હજાર ૮૭૭ જેટલા લાભાર્થીઓએ ખરીદ કેન્દ્રોમાં નોંધણી કરાઇ છે. રાયડાની જણસીઓની લણણી પ્રક્રિયા ચાલુ હોવાથી રાજ્ય સરકારે ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી પહેલી માર્ચની જગ્યાએ પહેલી એપ્રિલથી ૩૧ મે સુધી કરવાનો નિર્ણય કર્યો છે
